રાજ્ય સ્તરીય “સપ્તરંગ ક્રિયેટર્સ ફેસ્ટ 2026” માં ઇન ભરૂચના કિશનકુમાર કેતનભાઈ રાણા ને એવોર્ડ.*
Award goes to Kishankumar Ketanbhai Rana of Bharuch at the state-level “Saptarang Creators Fest 2026”
*1300 થી વધુ ક્રિએટર્સે ભાગ લીધો હતો…..* એંકર:અમદાવાદ ખાતે આયોજિત રાજ્ય સ્તરીય સપ્તરંગ ક્રિયેટર્સ ફેસ્ટ 2026 ” માં ઇન ભરૂચના કિશન રાણા ને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાં છે….. ફોન: 7575886689. વી.ઓ:અમદાવાદ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એસ.જી. હાઇવે ખાતે ભવ્ય રીતે સપ્તરંગ ક્રિયેટર્સ ફેસ્ટ 2026 ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાજ્યસ્તરીય કાર્યક્રમમાં ગુજરાત સહિત અન્ય રાજ્યમાં વસતા મૂળ ગુજરાત ના દેશભરના 1300 થી વધુ ક્રિએટર્સે ભાગ લીધો હતો.આ ભવ્ય ફેસ્ટમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે કાર્યક્રમને વિશેષ ગૌરવ મળ્યું હતું.
આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના પ્રતિભાશાળી ક્રિએટર્સ, યુટ્યુબર્સ, એન્ટરપ્રેન્યોર્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ જોડાયા હતા. સપ્તરંગ ક્રિયેટર્સ કોમ્યુનિટી દ્વારા આયોજિત આ ફેસ્ટમાં ક્રિએટર્સને એક મંચ પર લાવી તેમને પ્રોત્સાહન અને માન્યતા આપવા માટે એવોર્ડ્સ આપી બહુમાન કરવામાં આવ્યું હતું.
આ ગૌરવશાળી પ્રસંગે ભરૂચ શહેરનું પ્રતિનિધિત્વ કરતા ઇન ભરૂચ ચેનલ ના કિશન રાણા એ પોતાના ઉત્કૃષ્ટ કાર્ય માટે ગુજરાત લેવલ પર એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. 1500+ જેટલા નૉમિનેટ થયેલા ક્રિએટર્સમાંથી પસંદગી મેળવી આ સિદ્ધિ હાંસલ કરવી એ ભરૂચ માટે ગર્વની વાત છે..આ સિદ્ધિ માત્ર કિશન રાણા માટે નહીં, પરંતુ સમગ્ર ભરૂચ શહેર માટે ગર્વ અને પ્રેરણાનું પ્રતિક છે….
કાર્યક્રમમાં ગુજરાત ટૂરિઝમ, તથા અન્ય સંસ્થાઓનો સહયોગ રહ્યો હતો. આ ફેસ્ટે ગુજરાતના ડિજિટલ ક્રિએટર સમુદાયને એક નવી દિશા અને પ્રેરણા આપી છે.
સમગ્ર રાણા સમાજના ગૌરવની લાગણી અનુભવી છે,,બ. રાણા 💐👍💐

