Watch Gallary as follows
https://drive.google.com/drive/folders/11vEAMeP701jq2PGJQwHEjVhqHt-8JgJ8?usp=sharing
શ્રી ખંભાતી રાણા સમાજ — વડોદરા
તારીખ-૨૬/૫/૨૦૨૫
પરિપત્ર નં-૧
સુજ્ઞ જ્ઞાતિબંધુઆે, નમસ્તે…
આપ સૌના ઉત્સાહ અને સમાજ પ્રત્યેની અદ્મ્ય લાગણીને કારણે તારીખ-૨૫/૫/૨૦૨૫ ના રોજ વિધિવત રીતે “શ્રી ખંભાતી રાણા સમાજ–વડોદરા” નામની સંસ્થાની સ્થાપનાને મંજુરી આપી છે,જે માટે સૌ પરિવારજનો અભિનંદનને પાત્ર છો. વળી, સંસ્થા માટે વિચારવામાં આવેલ ઉપરના લોગો સાથે નીચે મજબના હોદ્દોઆેને પણ બહાલી આપી છે :-
૧. સ્થાપક ચેરમેન
૨. પ્રમુખ
૩. બે ઉપાધ્યક્ષ
૪. મહામંત્રી
૫. બે મંત્રી
૬. કોષાધ્યક્ષ
૭. આડીટર
હવે, સંસ્થાને વિધિવત ચલાવવા માટે ઉપરોક્ત હોદ્દોઓનો કાર્યભાર આપ સૌના સહકારથી લોકશાહી રીતે સર્વાનુમતે યા બહુમતીના નિર્ણય સાથે દરેકને સોંપવાનો સમય આવી રહયો છે. આ માટે સૌ તૈયાર રહેશો એવી અપેક્ષા પણ છે…
ઉપરોક્ત કાર્યવાહીને પાર પાડવા માટે એક ” સ્નેહ મિલનનો” કાર્યક્રમ કરવા જઇ રહયાં છે. આ કાર્યક્રમમાં આપ સૌ પુરા પરિવાર સાથે ઉપસ્થિત રહો તેવો આગ્રહ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમ રવિવારે જ રાખવામાં આવનાર છે. તો આયોજનને સફળ બનાવવામાં આપ સૌના સહકારની અપેક્ષા છે. ભોજન વ્યવસ્થાને સુપેરે પાર પાડવામાં નાના બાળકો સિવાય પરિવારના કુલ સભ્યોની ઉપસ્થિત નોંધાવી પડે જેથી ડિસ મુજબ કેટરિંગવાળાને આેર્ડર આપી શકાય.
આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ભોજન નિશુલ્ક રહેશ. પણ” શ્રી ખંભાતી રાણા સમાજ-વડોદરા “ના સભ્ય તરીકે ઉપસ્થિત રહેવું અનિવાર્ય છે. સ્થળ સમય તારીખની ઘોષણા ઉપસ્થિત રહેનાર સભ્ય સંખ્યા સુનિશ્ચિત થયાં પછી જ કરવામાં આવશે.
સૌનો પુન:આભાર અને સૌને અભિનંદન સાથે….
લિ. આપ સૌનો જ્ઞાતિબંધુ,
ડો. જયંતિભાઇ રાણા (આયોજક)
વડોદરા

