ગુજરાતી રાણા સમાજ આંતરરાષ્ટ્રીય મેટ્રિમોની. “અપર્ણિત યુવક- યુવતિ સંમેલન, સુરત ખાતે તારીખ 23મી ઓગસ્ટ 2026.” Gujarati Rana Samaj International Matrimony. Unmarried Yuvak-Yuvti Match Making (Parichay) Sammelan 23.08.2026.
“ગુજરાતી રાણા સમાજ આંતરરાષ્ટ્રીય મેટ્રિમોની”. દુનિયાભર માં રહેલ ગુજરાતી રાણા જ્ઞાતિ બંધુઓને મળવાનો શ્રેષ્ઠ મોકો એટલે.. “અપર્ણિત યુવક- યુવતિ સંમેલન, સુરત ખાતે તારીખ 23મી ઓગસ્ટ 2026.”
નમસ્તે રાણા જ્ઞાતિ બંધુ, આ સંમેલન રહેશે યુવકો અને યુવતિઓ તથા તેમના માતાપિતા વચ્ચે (૨૧ વર્ષથી વધુ). B 2 B ચેર ટોક / બેઠક ખુરશી. (ટાઈમ સ્લોટ: ૧૫ મિનિટ, ફક્ત ૧ વખત)
કૃપા કરીને નોંધ લો,… ગુજરાત ના બધા શહેરો અને ગામડાઓમાંથી, અમે રાણા જ્ઞાતિ બંધુઓ અને દેશ વિદેશમાં રહેતા જ્ઞાતિ જનોનું સ્વાગત કરીએ છીએ. બેઠકનો અંદાજિત ખર્ચ રૂ ૧૦૦ પ્રતિ વ્યક્તિ (જ્ઞાતિ બંધુ). (ચાર્જીસ રિફંડપાત્ર નથી). જો અમારા તરફથી સંમેલન રદ થાય તો ચાર્જીસ ૭ દિવસમાં રિફંડપાત્ર (સભ્ય દીઠ રૂ. ૧૦૦) રહેશે. બેઠક …સુરત શહેર માં ઇકોનોમિક હોટેલ ખાતે યોજાશે.
કૃપયા નોંધો. આપણા B2B અપર્ણિત સંમેલનનો સમય અને સ્થળ 👇 તારીખ: ૨૩.૦૮.૨૦૨૬. સમય: સાંજે ૦૪.૩૦ થી ૬ વાગ્યા સુધી. સ્થળ: “લા પ્રાઇમ રેસ્ટોરન્ટ અને બેંકવેટ”, અમરોલી – છાપરાભાઠા રોડ, સુરત. આભાર . ગુગલ નકશો નીચે મુજબ છે 👇 https://maps.app.goo.gl/CLXeKMiQRi93GJaR9
કૃપા કરીને નોંધ લો,
ગુજરાતી રાણા જ્ઞાતિ બંધુ (ભાઈ અને બહેન) જ સંમેલન માટે વિનંતી કરી શકે છે. (નોંધણી બંધ થવાની તારીખ: ૨૨.૦૮.૨૦૨૬. સાંજે ૬ વાગ્યે.) આપેલ QR કોડ પર પ્રતિ વ્યક્તિ રૂ. ૧૦૦ ની ચુકવણી સ્વીકારવામાં આવશે. (પ્રવેશ: ઉમેદવાર સાથે વધુમાં વધુ ૩ વ્યક્તિઓ).
રસ ધરાવતા જ્ઞાતિ બંધુઓએ સ્વ-ખર્ચ અને સ્વ-જોખમ સાથે સંમેલન મા આવવાનું રહેશે. (જમવાનુ અને ચા નાસ્તો સ્વ ખર્ચે )
જો તમારે સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ બીમારી હોય તો દવા સાથે રાખવી.
સંમેલન દરમિયાન બધા જ્ઞાતિ બંધુઓએ નમ્રતા અને શાંતિ જાળવી રાખવી પડશે (આપને સંમેલન દરમિયાન સુરક્ષા તપાસમા હોટેલ સત્તાવાળાઓ ને સહકાર આપવા વિનંતિ).
હોટલ સત્તાવાળાઓના નિયમો બધા સભ્યો માટે બંધનકર્તા રહેશે, કોઈપણ સભ્ય દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવશે તો તે સભ્યની સામે હોટલ સત્તાવાળાઓ તરફથી કાર્યવાહી કરવામાં આવશે.
લાઈવ ઈન્ટરનેટ ન્યૂઝ-પ્રેસ દ્વારા આ કાર્યક્રમ સમાચાર ચેનલ માં પ્રકાશિત થસે.(વિશ્વના ૧૯૦ દેશો મા).
(અમારા ગ્રુપમાં જોડાયા પછી) જો તમારા યુવક-યુવતીની સગાઈ થઈ ગઈ હોય, તો કૃપા કરીને અમને જણાવશોજી. જેથી અમે તેમને આગામી અપર્ણિત સંમેલન (સુરત) મા 23.08.2026 ના રોજ સ્ટાર પ્રચારક તરીકે રજૂ કરીશું.
કૃપા કરીને સહભાગીઓ માટે નીચે મુજબ સૂચના…
ચા, પાણી અને ભોજનનો ખર્ચ મેચ-મેકિંગ (જીવનસાથી પસંદગી) કાર્યક્રમના સહભાગીઓએ સ્વયં ભોગવવાનો રહેશે.
વાહનો, ઘરેણાં અને સામાનની સુરક્ષાની જવાબદારી તમારી પોતાની રહેશે.