શ્રી રાણા સમાજમાં પરંપરાગત રીતરિવાજોમાં ભારે પરિવર્તનની જરૂર…Utmost Change in Traditional Rituals needed in Shree Rana Samaj

શ્રી રાણા સમાજમાં પરંપરાગત રીતરિવાજોમાં ભારે પરિવર્તનની જરૂર…Utmost Change in Traditional Rituals needed in Shree Rana Samaj
Worldwide Views: 424
6 0

Read Time:4 Minute, 7 Second
શ્રી રાણા સમાજમાં પરંપરાગત રીતરિવાજોમાં ભારે પરિવર્તનની જરૂર…
Utmost Change in Traditional Rituals needed in Shree Rana Samaj.

🌷સમસ્ત રાણા સમાજના ચરણોમાં સમર્પિત……🌷🌷🌷🌷🌷🌷

રીતી રિવાજ એ પરંપરા કે ભાર ?

બદલાતા સમય સાથે બદલાવની જરૂર

👉ભારતીય હિન્દુ સમાજમાં લગ્ન માત્ર બે વ્યક્તિઓનું મિલન નથી, પરંતુ બે પરિવારો, સંબંધો અને પરંપરાઓનું સંગમ માનવામાં આવે છે. વર્ષો પહેલાં, જ્યારે બાપદાદાઓના સમયમાં સમાજની આર્થિક સ્થિતિ સરળ હતી, ત્યારે કન્યા પક્ષ અને વર પક્ષ વચ્ચે સોનાં-ચાંદીના ઘરેણાંઓ આપવાનો રિવાજ પ્રચલિત હતો. તે સમયની ભાવનાઓ, સગપણની લાગણી અને ક્ષમતા પ્રમાણે આ રિવાજો સહજ અને સહનશીલ હતા.
પરંતુ આજે સમય બદલાઈ ગયો છે. *આજના સમયમાં સોનાનો ભાવ ₹1,75,000 અને ચાંદીનો ભાવ ₹4,20,000 સુધી પહોંચી ગયો *. આવી સ્થિતિમાં એ જ જૂની પરંપરાઓને જાળવી રાખવાનો આગ્રહ મધ્યમ વર્ગ અને ગરીબ પરિવાર માટે ભારે આર્થિક બોજ બની ગયો છે.

👉આજે લગ્નના પ્રસંગે અલગ-અલગ રિવાજો જોવા મળે છે.લગ્નનો રિવાજ અલગ,બાબરીનો રિવાજ અલગ, બર્થડે માટે અલગ ભેટ, એનિવર્સરી માટે અલગ ખર્ચ. કન્યા પક્ષ વાળા વર પક્ષને સોનાની વીંટી, ચેન આપે છે, તો સામે વર પક્ષ વાળા કન્યાને સોનાનું મંગળસૂત્ર, બંગડીઓ, સાંકડા સાડી સહિત અનેક વસ્તુઓ ચઢાવે છે. આ બધું રિવાજના નામે થાય છે, પરંતુ હકીકતમાં તે એક ન દેખાતી સ્પર્ધા અને સામાજિક દબાણ બની ગયું છે.
આ રિવાજોના કારણે ઘણા માતા-પિતાને દીકરીના લગ્ન માટે જીવનભરની કમાણી ખર્ચવી પડે છે. અથવા કર્જમાં ડૂબવું પડે છે. ઘણા મધ્યમ વર્ગના પરિવારો પોતાના દીકરાને પરણાવતાં પહેલાં અનેક ચિંતા અને તણાવમાંથી પસાર થાય છે. પરિણામે લગ્ન જે સુખ અને આનંદનો પ્રસંગ હોવો જોઈએ, તેની જગ્યાએ ચિંતા અને ભારનું કારણ બની જાય છે.
👉મારો સ્પષ્ટ મત છે કે આવા સોનાં-ચાંદી ચઢાવવાના રિવાજો હવે સદંતર બંધ થવા જોઈએ. સાચી પરંપરા એ છે કે દીકરી અને દીકરાને સુખ, શાંતિ અને આત્મસન્માન સાથે પોતાનું ઘર વસાવવા દેવું. ભેટોમાં નહીં, પરંતુ સંબંધોમાં સમૃદ્ધિ હોવી જોઈએ.
સમાજ તરીકે હવે આપણે વિચારવાનો સમય આવી ગયો છે કે પરંપરા સાચવવી કે પરંપરાના નામે અન્યાય સહન કરવો?
👉આ પહેલ આપણે આપણા શ્રી 24 ગામ રાણા સમાજ થી શરૂ કરવી જોઈએ.જો આપણે આ રિવાજો બંધ કરીએ, તો કોઈ ગરીબ પરિવાર પોતાની દીકરીને નિર્ભયતાથી પરણાવી શકે.અને મધ્યમ વર્ગનો માણસ પણ આર્થિક તણાવ વિના પોતાના બાળકોનું ભવિષ્ય ઘડી શકે.
સાચો બદલાવ ત્યારે આવશે, જ્યારે આપણે લોકો શું કહેશે?ના ડર કરતાં “આ યોગ્ય છે કે નહીં?” એ પ્રશ્નને મહત્ત્વ આપશું. સમય બદલાયો છે, હવે પરંપરાઓને પણ માનવતા અને વ્યવહારિકતા ની કસોટી પર ઉતારવાની જરૂર છે.

👉તમારું શું કહેવું છે. ?????👈

જો તમે મારી વાતથી સહમત હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી તમારું સજેશન જણાવશો…….
✍️
શ્રી 24 ગામ રાણા સમાજ
મંત્રીશ્રી
સંજયભાઈ રાણા
પ્રતાપ નગર.


રાણા સમાજનો કોઈપણ વ્યક્તિ વર્તમાન સળગતી બાબતો અંગે પોતાનો દ્રષ્ટિકોણ મોકલી શકે છે. ફોન +૯૧-૯૯૯૮૦૧૫૭૧૪. +91-9998015714. આભાર.

Happy
Happy
75 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
25 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

શ્રી રાણા સમાજમાં પરંપરાગત રીતરિવાજોમાં ભારે પરિવર્તનની જરૂર…Utmost Change in Traditional Rituals needed in Shree Rana Samaj

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *