
લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ, જાયન્ટ્સ ગ્રુપ ઓફ કોહીનુર અમદાવાદ,બ્લુ ડાયમંડ,તથા ગાયત્રી પરિવાર નારણપુરા અને વાત્સલ્ય સિનિયર સિટીઝન હોમના સંયુક્ત ઉપક્રમે”રક્ષાબંધન પર્વ”ની હાર્દિક ઉજવણીનું ધામધૂમ ઉત્સાહ પૂર્વક દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રક્ષાબંધનના દિવસે શુક્રવાર,તા.28-08-2026ના રોજ બપોરે 3.30 કલાકે માનનીય શ્રી કનુભાઈ પટેલ ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા શાસ્ત્રોક વિધિ દ્વારા
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વાત્સલ્ય સીનીયર સીટીઝન હોમ,વાડજ સર્કલ,વાડજ અમદાવાદ ખાતે સંપન્ન થયો.
સિનિયર સિટીઝન હોમમાં રહેતા વડીલોને તિલક કરી મ્હોં મીઠું કરાવી રાખડી બાંધી/ ગિફ્ટ આપીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.આ શુભ પ્રસંગે પ્રમુખ લાયન ખુશ્બુ શાહ, ડિસ્ટ્રિક્ટ ચેર પર્સન લાયન રેખા અસરાની,લાયન પુષ્પક શાહ,મુકેશ શાહ હાજર રહ્યા હતા.જાયન્ટ્સ ફેડરેશન 3 સી ના પ્રમુખ સી. એ. રમેશ નાગર – સેન્ટ્રલ કમિટી મેમ્બર રસિકભાઈ સુથાર,પ્રમુખ કાજલ ભટ્ટ,મનીષ ભટ્ટ હાજર રહ્યા.લાયન મનોજભાઈ દ્વારા ગીત સંગીત પીરસવામાં આવ્યું જેમાં સૌ વડીલોએ,આમંત્રિત મહેમાનોએ ભાગ લઈ ભાવવિભોર થઈ સંતોષ વ્યક્ત કર્યો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સુંદર કાર્યક્રમનુ આયોજન ગિરીશ પટેલ દ્વારા સૌજન્યથી કરવામાં આવ્યું હતું.





