
પ્રતાપ નગર થી સંજયભાઈ રાણાના જય અંબે……
આસો સુદ એકમ અને નવરાત્રી માં જગદંબાની આરાધના સાથે સાથે પ્રતાપ નગર રાણા સમાજ તરફથી આપને હાર્દિક શુભકામનાઓ. પ્રતાપ નગર રાણા સમાજ ના હયાત વારસદારો આજે 79 વર્ષથી નવરાત્રી ની વર્ષોની પરંપરા ને જાળવી રાખી છે. આ નવરાત્રી શરૂ કરનાર શ્રી સ્વ. મનસુખભાઈ જેઠાભાઈ રાણા તેમજ શ્રી સ્વ. અંબાલાલભાઈ રાણા આ બંને વ્યક્તિ શ્રી અંબાજી આરાસુર ધામ થી મા જગદંબાને ભાવભીનું આમંત્રણ આપીને પ્રતાપનગર લાવેલા હતા. અને ત્યારથી આજ દિન સુધી વંશ પરંપરાગત માં જગદંબાની આરાધના નવરાત્રી મહોત્સવ તેમજ અન્ય સામાજિક કાર્યક્રમો થતા આવ્યા છે. હાલ મનસુખ ભાઈ જેઠાભાઈ રાણાના દીકરાઓ કોઈપણ હયાત નથી. પણ એમના પૌત્ર આ પરંપરા ને જાળવી રાખેલ છે. ની મા જગદંબા ને પ્રાર્થના કરીએ છીએ કે આવનાર સમયમાં પણ અમારા દીકરા આ પરંપરા ને વારસાગત રીતે સાચવી રાખે અને મા જગદંબાની આરાધના કરતા રહે એવી માં અંબિકા ના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ.
મુખ્ય વાત કે આ માંડવડી આખા ગુજરાતમાં પ્રતાપ નગર સિવાય કોઈ પણ જગ્યાએ નથી જેની નોંધ લેવી.
Jay Mataji




