રાજકોટમાં 46.2 સે. ડિગ્રી સાથે ગરમીએ 133 વર્ષનો રેકોર્ડ તોડ્યો, 20 દિવસમાં નવો રેકોર્ડ!

Worldwide Views: 178
0 0

Read Time:2 Minute, 21 Second

અમદાવાદમાં સોમવારે અગનગોળા વરસતા હોય તેવી ગરમીનો અનુભવ થયો હતો. સોમવારે રાજકોટમાં 46.2 ડિગ્રી સાથે 133 વર્ષ બાદ એપ્રિલ માસનો રેકોર્ડ ગરમીએ તોડ્યો હતો. બીજી તરફ અમદાવાદમાં 44 ડિગ્રી સાથે એપ્રિલમાં છેલ્લા 10 વર્ષનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફારની સંભાવના નહિવત્‌ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેની સાથે જ એપ્રિલમાં જ આવી ગરમી છે તે મે મહિનામાં તે કેવું રૌદ્ર સ્વરૂપ દર્શાવશે તે ચર્ચાનો વિષય છે. 

અનેક વિક્રમો તોડતી અગનવર્ષાની સત્તાવાર વિગત મુજબ 20 લાખની વસ્તી ધરાવતા રાજકોટમાં એપ્રિલ માસમાં 21મી સદીની શરૂઆત પહેલાના 110 વર્ષમાં ક્યારેય 44 સેલ્સિયસને પાર થયું નથી. ચાલુ એપ્રિલ માસના આરંભ સુધી શહેરમાં સર્વાધિક તાપમાનનો રેકોર્ડ વર્ષ 2017માં 44.8 સેલ્સિયસનો હતો જે ગત તા. 9 એપ્રિલે 45.2 સે. તાપમાને તૂટયો હતો અને સોમવારે માત્ર 20 દિવસમાં જ ઉંચા તાપમાનનો નવો રેકોર્ડ અને તે પણ 1 સે.જેવા વધુ તાપમાન સાથે 46.2સેલ્સિયસનો સર્જાયો છે. ગંભીર બાબત એ છે

રાજકોટમાં 46.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. છેલ્લા ચાર  દિવસમાં જ રાજકોટના તાપમાનમાં ચાર ડિગ્રી જેટલો વધારો થયો છે. 2025 અગાઉ રાજકોટમાં એપ્રિલમાં સૌથી વધુ ગરમીનો અગાઉનો રેકોર્ડ 44.8 ડિગ્રી હતો, 14 એપ્રિલ 2017માં આ તાપમાન નોંધાયું હતું. આ વર્ષે એપ્રિલમાં રાજકોટમાં ગરમી સતત 9 એપ્રિલના 45.2  ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચી ગયો હતો. આગામી 3 દિવસ રાજકોટનું તાપમાન 45 ડિગ્રીની આસપાસ જ રહેવાની આગાહી છે. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

રાજકોટમાં 46.2 સે. ડિગ્રી સાથે ગરમીએ 133 વર્ષનો રેકોર્ડ તોડ્યો, 20 દિવસમાં નવો રેકોર્ડ!

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *