શ્રી વેરાઈ માતા ઉજાણી ડભોઈ. તારીખ 21.06.2026. Shree Verai Mata Ujani Dabhoi. Date 21.06.2026

શ્રી વેરાઈ માતા ઉજાણી ડભોઈ. તારીખ 21.06.2026. Shree Verai Mata Ujani Dabhoi. Date 21.06.2026
Worldwide Views: 61
1 0

Read Time:4 Minute, 13 Second
શ્રી વેરાઈ માતા ઉજાણી ડભોઈ. તારીખ 21.06.2026
Shree Verai Mata Ujani Dabhoi. Date 21.06.2026.

શ્રી વેરાઈ માતા ની ઉજાણી
તા: 21/ 6 /2026

👉શ્રી 24 ગામ રાણા સમાજના મંત્રી તરીકે મારી જાણ મુજબ ડભોઇ
દર્ભાવતી નગરીની ઐતિહાસિક પવિત્ર શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતિક એવા ચારે દિશામાં બિરાજતા અને ડભોઇની રક્ષા કરતા મા ની અમૂલ્ય ગાથા નું વર્ણન આજે તમારી સમક્ષ કરવું છે.
🙏ડભોઇમાં આશરે 75 થી 80 વર્ષ થી ચાલતી આવતી પરંપરા મુજબ સમાજના સમસ્ત જ્ઞાતિજનો દ્વારા દર વર્ષે વૈશાખ મહિનામાં વેરાઈ માતાની ઉજાણી કરવામાં આવે છે જેમાં સમાજના તમામ જ્ઞાતિજનો, બહારગામ થી પધારેલ મહેમાનો, અને અન્ય સમાજના લોકો પણ જોડાઈને માની ભક્તિ રૂપે રથનો લહાવો લે છે. આ પરંપરા ઘણા સમયથી ચાલતી આવે છે. જેનો ક્રમ હજુ પણ યથાવત છે.
👉*ડભોઇના હીરા ભાગોળે *માં ગઢભવાની, મહુડી ભાગોળે માં આશાપુરી, વડોદરી ભાગોળે બહુચર અંબે, અને નાંદોદી ભાગોળમાં વેરાઈમાં* આ સમગ્ર શક્તિઓ દર્ભાવતી ની રક્ષા કાજે બિરાજે છે.
🙏આવતીકાલે એટલે કે તારીખ 21 /6 /2026 ને રવિવારના રોજ વેરાઈ માતાની ઉજાણી રાખવામાં આવી છે. તો આજે એના વિશે થોડી જાણકારી આપું છું.
👉આ શ્રી વેરાઈ માતાની ઉજાણી માં સમાજના પ્રમુખશ્રી તથા અન્ય રાણાવાસના કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ દ્વારા સમગ્ર રાણાવાસ માં ૨૫ થી ૩૦ પેકેટ સુતરના દોરા દ્વારા એક ચોકી બાંધવામાં આવે છે. અને આ ચોકી ચારે દિશામાં વસતા રાણાવાસ ને વેરાઈ માતાના રથ સાથે કવર કરે છે. આ દોરો બાંધતી વખતે આગળ રથ ચાલે છે, અને પાછળ દૂધ અને બરબાકળ (પલાળેલા કઠોળ) ને પણ છાંટવામાં આવે છે. ત્યાર પછી જ્યાંથી દોરો બાંધવાની શરૂઆત કરવામાં આવી હતી, ત્યાં આ રથ અને દોરો પૂર્ણ કરાય છે. ત્યારબાદ આ રથને સમાજમાં ફેરવીને મહુડી ભાગોળ બહાર માં આશાપુરી માતાના મંદિરે શ્રદ્ધાપૂર્વક લઈ જાય છે .ત્યાંથી દર્શન કર્યા પછી તરસાના ચોકડી પાસે આવેલું ઐતિહાસિક માં કાલિકા માતાના મંદિરે શ્રદ્ધા અને આસ્થા સાથે પાવાગઢ માના દરબારમાં આવ્યા હોય એવી અનુભૂતિ સાથે રથને ત્યાં મૂકવામાં આવે છે.
🙏બીજી પરંપરા એ છે કે દર્ભાવતી નગરીના સમસ્ત જ્ઞાતિજન લગ્ન બંધનમાં બંધાયા બાદ હાથમાંનું મીંઢળ શ્રી વેરાઈ માતાના ચરણોમાં છોડવા માટે અવશ્ય જાય છે.
👉વર્ષો થી ચાલતી આવતી આ પરંપરા અને વર્ષો પહેલા વેરાઈ માતાની ઉજાણીમાં સમાજના જ્ઞાતિજનો દ્વારા હવન કરવામાં આવતો હતો. અને માને બલી સ્વરૂપે બકરા/ મરઘા ચડાવવામાં આવતા હતા. પણ હવે 15 /20 વર્ષથી આ સરકારી ધારા ધોરણ અને કાયદા મુજબ આ પ્રથા સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. અને હવે સર્વે જ્ઞાતિજનો પોત પોતાના ઘરેથી શુદ્ધ અને સાત્વિક ભોજન પ્રસાદી સાથે લઈને માના દરબારમાં ઉજાણી કરે છે. આ એક સમાજની એકતા અને શ્રદ્ધાના વિષય સાથે સમસ્ત જ્ઞાતિજન એકઠા થાય છે. અને પ્રકૃતિની મજા માણે છે.

🙏વિશેષમાં સર્વે જ્ઞાતિજનોને શ્રી વેરાઈ માતાના આશીર્વાદ ફળે, અને આપ સુખી સંપન્ન થાઓ. એવી ભાવના સાથે જય માતાજી………….🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏
✍️
શ્રી 24 ગામ રાણા સમાજ
મંત્રીશ્રી
સંજયભાઈ રાણા
પ્રતાપ નગર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

શ્રી વેરાઈ માતા ઉજાણી ડભોઈ. તારીખ 21.06.2026. Shree Verai Mata Ujani Dabhoi. Date 21.06.2026

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *