સંસ્કૃત સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત વિદ્વાન ડૉ. રવીન્દ્ર ખાંડવાળા (રાણા) ના મુખેથી, સંસ્કૃતપર્વ : વાગ્માધુરી. Sanskrit Literature Award-winning scholar Dr. Ravindra Khandwala (Rana), presents Sanskrit Parva: Vagmadhuri.
સંસ્કૃતપર્વ : વાગ્માધુરી : ત્રીજા દિવસ સાતત્યપૂર્ણ સાતમા વર્ષે તા. 08થી 12 ઑક્ટોબર, 2025, બુધવારથી રવિવાર સુધી ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘સંસ્કૃતપર્વ : વાગ્માધુરી’નું આયોજન કરવામાં આવ્યું છે. ‘સંસ્કૃતપર્વ : વાગ્માધુરી’ના ત્રીજા દિવસે, 10 ઓક્ટોબર, શુક્રવારે, સાંજે ૦૫-૩૦ કલાકે, રા. વિ. પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ‘કેનોપનિષદ’ વિશે પ્રો. રવીન્દ્ર ખાંડવાલાએ વક્તવ્ય આપ્યું. કાર્યક્રમનો પ્રારંભ આરાધના શોધનના શ્લોકગાનથી થયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે સંસ્કૃત સાહિત્યકારો અને સંસ્કૃત સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી. સંસ્કૃત સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત સંસ્કૃતના વિદ્વાન ડૉ. રવીન્દ્ર ખાંડવાળાએ જણાવ્યું કે, કેનોપનિષદ યક્ષોપાખ્યાનના માધ્યમથી મનુષ્ય જાતને સમજાવે છે કે ક્યારેય વિજયના ઉન્માદમાં છકી જવું નહીં, વિજય શાશ્વત હોતો નથી.