આખા વિશ્વની શક્તિ એવા માં ખોડીયાર ના આશીર્વાદ થી ખૂબ ભવ્ય સફળતા વારા ડભોઇ દર્ભાવતી નગરીના (ડભોઇ) રાણા સમાજના યજમાન પદે યોજાયેલા 25 /5/ 2025 ના રવિવારના રોજ શ્રી બાબુ કાકા જયસ્વાલ પાર્ટી પ્લોટ મુકામેના અપરણિત મેળામાં આખા ગુજરાત ભર થી અંદાજિત 7000 થી પણ વધુ સમગ્ર રાણા સમાજના જ્ઞાતિબંધુઓ પોતાના દીકરા દીકરીઓના જીવન સાથી ની પસંદગી માટે પધાર્યા હતા. મા ખોડીયાર ની કૃપાથી આજે આપના દેશમાં અને વિદેશોમાં 24 ગામ રાણા સમાજની સાથે સાથે ડભોઇ દર્ભાવતી નગરી ની લોકમુખે પ્રશંસા થઈ રહી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે જે દાતાઓએ દાન આપ્યું છે, જાહેરાતો આપી છે, તેમજ ટીમનો સાથ નિભાવ્યો છે એવા તમામ રાણા જ્ઞાતિજનો નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે. આ કાર્યક્રમની સફળતા માટે વહેલી સવારથી કાર્યક્રમનું સંચાલન કરવામાં આપણા શિક્ષણ સાગરના શ્રી ભરતભાઈ રાણા નિવૃત્ત પ્રિન્સિપાલ શ્રી અને પ્રમુખશ્રી રાણા પરિવાર વડોદરા તથા શ્રી મુકેશભાઈ રાણા કોસીન્દ્રા, શ્રી સ્મિતાબેન રાણા વડોદરા, શ્રી શીતલબેન રાણા કાયાવરોહણ , શ્રી સેજલબેન રાણા વ્યારા, શ્રી ફાલ્ગુનીબેન રાણા વ્યારા, શ્રી સંજયભાઈ રાણા કોશીન્દ્રા , શ્રી સંજયભાઈ રાણા શિનોર , શ્રી દર્શના બેન આશિષભાઈ રાણા શિનોર , શ્રી તરલિકાબેન રાણા રાજપીપળા , નેહાબેન રાણા રાજપીપળા , શ્રી મીનાબેન રાણા રાજપીપળા , શ્રી ભાવેશભાઈ આર રાણા ડભોઇ , શ્રી મંજુલાબેન રાણા સંખેડા ,, શ્રી ધવલભાઇ રાણા કોશીન્દ્રા, શ્રી નીપાબેન રાણા ડભોઇ, વ્રજેશભાઈ રાણા ડભોઇ, તૃપ્તિબેન રાણા બોડેલી, નીલમબેન રાણા માકણી, તથા અન્ય શિક્ષણ સાગર ગ્રુપના તમામનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરી એ છીએ. તેમજ 24 ગામ રાણા સમાજની 200 જેટલા કાર્યકર્તા ભાઈ બહેનો ની 24 ગામ રાણા સમાજની (1986)ટીમ, અને ડભોઇ રાણા સમાજ ના આ કાર્યમાં જોડાયેલા તમામ ભાઈ બહેનો યુવાનો, વડીલો તેમજ 24 ગામરાણા સમાજના દરેક ગામોના પ્રમુખો અને પધારેલા તમામ આગેવાનોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે સ્ટેજ ઉપર બિરાજમાન દૂર દૂરથી પધારેલા તમામ મહેમાનોનો પણ હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🙏