નમસ્કાર,
અમદાવાદ શહેરના રાયખડ સ્થિત શ્રી હાંડેના મહોલ્લાના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ શ્રાવણ માસ નિમિત્તે ઘણા વર્ષોથી સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે.
આ વર્ષે પણ તા. 24/08/2025 રવિવારના રોજ શ્રાવણ મહોત્સવ-2025નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
જેના ભાગરૂપે અમદાવાદ શહેરના ખોખરા સ્થિત શ્રી શ્યામાપ્રસાદ વસાવડા કોમ્યુનિટી હોલ ખાતે સવારે 9:00 થી 11:00 સુધી ચિત્ર સ્પર્ધા, રસોઈ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા અને છત્રપતિ શિવાજી મહારાજના ગઢ કિલ્લા, તેમના શસ્ત્રો અને તેમના ઈતિહાસ આધારિત પ્રશ્ન મંજૂષા (ક્વિઝ) નું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં ઉત્તમ પ્રદર્શન કરનારને પુરસ્કારથી ટ્રસ્ટીશ્રી દ્વારા સન્માનિત કરાશે.
આ ઉપરાંત શહેરમાં વસતા મરાઠી પરિવારના લોકો તથા તેમના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું સાંજે 4:00 વાગ્યેથી 7:30 વાગ્યા સુધી આયોજન કરવામાં આવેલ છે.
આપ સૌ મીડિયાના મિત્રોને આ સમગ્ર કાર્યક્રમમાં હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ તથા સામાજિક ઉત્કર્ષ અને સંસ્કૃતિસંવર્ધનના આ મહોત્સવની સમાજના અન્ય લોકો સુધી પહોંચાડવા માટે સહકાર આપશો.