Maninagar Chetichand Committee celebrates Chetichand Mahotsav 2025.

Worldwide Views: 465
3 0

Read Time:2 Minute, 12 Second

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રા નું આયોજન

અમદાવાદ , 26 માર્ચ, 2025 – મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા સતત સાતમા વર્ષે ભગવાન ઝુલેલાલ ના ૧૦૭૫ માં પ્રાગટ્ય વર્ષે તારીખ ૩૦/૦૩/૨૫ રવિવાર ના રોજ ચેટીચંડ ના પાવન તહેવાર નિમિતે મણિનગર સિંધી માર્કેટ થી અતિ ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવા માં આવેલ છે. જે મણિનગર માર્કેટ બપોરે ૪ કલાકે પ્રારંભ થઈ મણિનગર સ્ટેશન, મણિનગર ક્રોસિંગ, દક્ષિણી સોસાયટી, ગુડલક સોસાયટી,નેતાજી સોસાયટી, જયહિન્દ ચાર રસ્તા,જવાહર ચોક, ભૈરવનાથ, પુષ્પકુંજ થઈ ઝુલેલાલ ઓપનએર થિયેટર ખાતે આશરે 6 કિલોમીટર જેટલા એરિયામાં ફરીને અંદાજે રાત્રે ૧૦ વાગે પૂર્ણ થશે.

આ શોભાયાત્રામાં કુલ 40 જેટલા ટ્રકો સાથે સાથે સહભાગી ૧૩ મંડળો દ્વારા અંદાજે ૧૩ જેટલી ઝાંખીઓ,૨૭ પ્રસાદી ના ટ્રક તથા બહેરાણા સાહેબ ની જ્યોત સાહેબ ,૧૩ જેટલા ગ્રુપ પુરુષોની છેજ, ૮ જેટલા ગ્રુપ મહિલાઓ ની છેજ તથા અનેક ભાવિભક્તો આ શોભાયાત્રા માં ભાગ લેશે. આ શોભાયાત્રામાં અત્યાર ના કરંટ અફેર ને લગતા સામાજિક સંદેશાઓ પણ ફેલાવવામાં આવશે

આ શોભાયાત્રા કાર્યક્રમ માં સાંસદ દિનેશ ભાઈ મકવાણા, મણિનગર ના ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ , પૂર્વ ઔડા ના ચેરમેન ધર્મેન્દ્રભાઈ શાહ તથા સ્થાનિક કાઉન્સિલરો અને અન્ય રાજકીય આગેવાનો તથા સિંધી સમાજ ના આગેવાનો પણ જોડાશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Maninagar Chetichand Committee celebrates Chetichand Mahotsav 2025.

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *