બીજી માર્ચ 2026 સોમવારના રોજ સવારે 11:30 વાગે સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ.
આજ રોજ તારીખ બીજી માર્ચ 2026 સોમવારના રોજ સવારે 11:30 વાગે સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ મનોદિવ્યાંગ બાળકો માટે કાર્ય કરતી સંસ્થા અખબાર નગર વાડજ ખાતે હોળી સેલિબ્રેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટના બેનર હેઠળ તથા શ્રી કનુભાઈ પટેલ ગાયત્રી પરિવાર નારણપુરા ના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ તરફથી લાયન વંદનાબેન મહેતાએ ઇન્ડક્શન સગડી સંસ્થાના લાભાર્થે આપી હતી અને ડોક્ટર તુષારભાઈ શાહ તરફથી પ્રેસર કુકર પણ આ સંસ્થાને આપવામાં આવેલ. નાના મનોદિવ્યાંગ બાળકોને તિલક કરી પુષ્પ વર્ષા કરીને હોળી રમાડવામાં આવી ખુશ કર્યા હતા તથા તેઓને શ્રી કનુભાઈ પટેલ ગાયત્રી પરિવાર નારણપુરા,દિપકભાઈ મમરાવાળા,જયંતિભાઈ પટેલ તરફથી ધાણી,ખજૂર,સીંગ, ચણા,મીઠાઈ વગેરેની નાસ્તાની કીટ વિતરણ કરવામાં આવી હતી.આ પ્રસંગે લા.ગીરીશભાઈ પટેલ,વિનોદભાઈપટેલ ,સંસ્થાના ચંદ્રસિંંહચૌહાણે આ સુંદર કાર્યક્રમનું આયોજન કરીને કાર્યક્રમને સફળતા અપાવી હતી .