
દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ, લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ, બહુચર મંડળ નવા વાડજ,ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા કૃષ્ણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે જન્મોત્સવનું ભવ્ય અને ભાવસભર ઉજવણીનું આયોજન ગુરૂવાર,તા.03-09-2026ના રોજ બપોરે 3:30 કલાકે,ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વાત્સલ્ય સીનીયર સીટીઝનહોમ,જૂનાવાડજ,અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં દીપ પ્રાગટ્ય લાયન અજયભાઈ શાહ ડિસ્ટ્રિક્ટ ગવર્નર 3232 બી 2 લાયન વર્ષા શાહ,ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન ફૂડ ફોર હંગર,માનનીય શ્રી કનુભાઈ પટેલ ગાયત્રી પરિવાર નારણપુરા,આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતમાં કરવામાં આવ્યું 30 જેટલા ભાઈબહેનોએ રાધાકૃષ્ણનો પહેરવેશ,તથા સુદામાનો પહેરવેશ પહેરીને ભાગ લીધો,નવ માસના જોડીયા બાળકો,બાળ ગોપાલ( કૃષ્ણ જન્મ) નું અદભુત પાત્ર ભજવયું તથા 80થી વધુ બહેનોએ ગોપી બનીને પર્વની ભવ્ય ઉજવણીમાં ભાગ લીધો .દરેક પાર્ટીશીપ બાળકો અને વડીલોને ગિફ્ટથી સન્માનિત કરવામાં આવ્યા, દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સુંદર કાર્યક્રમનું આયોજન લાયન ગીરીશ પટેલ ડિસ્ટ્રિક્ટ પર્સન પબ્લિક રિલેશન ઓફિસર ગ્રેટર દ્વારા કરવામાં આવ્યું છે.આ પવિત્ર અને સ્નેહ સભર કાર્યક્રમમાં વાત્સલ્ય સીનીયર સીટીઝનહોમના વડીલો સાથે સહભાગી બની તેની શોભા વધારવા માટે તમામ લાયનસભ્યશ્રીઓ/ગાયત્રીપરિવારજનો અને મિત્રમંડળ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




