શ્રી 29 ગામ રાણા સમાજ ગ્રુપ અનેશ્રી 24 ગામ રાણા સમાજ (1986) ટીમ તરફથી સંદેશ..🙏🌹🙏 Message from Shri 29 Gam Rana Samaj Group and Shri 24 Gam Rana Samaj (1986) Team..🙏🌹🙏

શ્રી 29 ગામ રાણા સમાજ ગ્રુપ અનેશ્રી 24 ગામ રાણા સમાજ (1986) ટીમ તરફથી સંદેશ..🙏🌹🙏 Message from Shri 29 Gam Rana Samaj Group and Shri 24 Gam Rana Samaj (1986) Team..🙏🌹🙏
Worldwide Views: 143
0 0

Read Time:7 Minute, 37 Second
શ્રી 29 ગામ રાણા સમાજ ગ્રુપ અનેશ્રી 24 ગામ રાણા સમાજ (1986) ટીમ તરફથી સંદેશ..🙏🌹🙏 Message from Shri 29 Gam Rana Samaj Group and Shri 24 Gam Rana Samaj (1986) Team..🙏🌹🙏

🙏સમગ્ર રાણા સમાજના જ્ઞાતિબંધુઓ🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
આજે ઘણા વર્ષો વીતી ગયા .. થોડા વર્ષો પહેલા શ્રી જગદીશભાઈ.એ. રાણા દ્વારા તેઓના ઘરે 29 ગામ રાણા સમાજના આગેવાનોની એક મીટીંગ
બોલવામાં આવી હતી તેમાં 24 ગામના આગેવાનો ની સાથે સાથે છાણી મુકામેથી શ્રી બળદેવભાઈ રાણા તથા પાદરા મુકામેથી શ્રી દિનેશભાઈ રાણા તથા હાલોલ મુકામેથી શ્રી રમેશભાઈ રાણા અને ધર્મેશભાઈ રાણા અને શિક્ષણ સાગર ગ્રુપના કેટલાક ગુરુજનો તેમજ
શ્રી મનહરભાઈ રાણા પાવીજેતપુર શ્રી ગોવિંદભાઈ રાણા બોડેલી . શ્રી રમેશભાઈ રાણા લડોઢ તેમજ 24 ગામના ઘણા બધા યુવાનો પણ હાજર હતા ત્યારે હાજર સભ્યો દ્વારા આપના રાણા સમાજને મદદરૂપ થવા માટે અને સમગ્ર રાણા સમાજના ઘરે ઘરે મદદ રુપી સંદેશો પહોંચે તે માટે
🙏 શ્રી શિક્ષણ સાગર ગ્રુપ
🙏 શ્રી 29 ગામ રાણા સમાજ ગ્રુપ
🙏 શ્રી સમગ્ર રાણા સમાજ નારી શક્તિ ગ્રુપ
🙏 શ્રી 24 ગામ રાણા સમાજ ગ્રુપ
🙏 શ્રી જય માતાજી જીવનસાથી ગ્રુપ (. ગ્રુપ નંબર 1. થી 7 )
🙏 શ્રી યુવા રાણા સમાજ ગ્રુપ ઉપરોક્ત તમામ ગ્રુપ નું આયોજન કરવામાં આવ્યું.
🌹શિક્ષણ સાગર ગ્રુપ દ્વારા આપણા રાણા સમાજના શિક્ષકોને સમાજ સાથે જોડવાનું અને સમાજને ગુરુ જનોનું મહત્વ સમજાવવામાં આવ્યું છે .દૂર દૂર રહેતા આપના શિક્ષકો એકબીજા સાથે સંપર્કમાં આવ્યા છે અને રાણા સમાજના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યા છે જે દ્વારા વિદ્યાર્થીઓ ને પોતાના વિકાસ માટે વાતાવરણ મળી રહ્યું છે. અત્યારે રાણા સમાજના શિક્ષકોને કે વિદ્યાર્થીઓને કોઈ સન્માન મળે તે સમગ્ર રાણા સમાજ જોઈ શકે છે.
🌹 🌹જય માતાજી જીવનસાથી ગ્રુપ દ્વારા સમગ્ર રાણા સમાજના 400 થી પણ વધુ લગ્ન ઈચ્છુક જોડાઓને પોતપોતાની પસંદગી પ્રમાણે જીવનસાથી મેળવવા માટેનું વાતાવરણ આપીને 400થી પણ વધારે જીવન જોડવાનું કામ કરવામાં આવ્યું છે અને તેઓના વાલીઓની ચિંતા દૂર કરવામાં આવી છે. દરેક દીકરી ના બાપને ચિંતા હોય કે મારી દીકરીનો બાયોડેટા નો મિસ યુઝ ના થાય તે માટે અમે કોઈ વેબસાઈટ ચાલુ કરી ન હતી . અને હાલમાં પણ અમારી કોઈ વેબસાઈટ ચાલુ કરેલ નથી. માત્ર લગ્ન ઈચ્છુક યુવકો અને તેના વાલી પૂરતું આ બાયોડેટા જોવામાં આવે છે આ ને કારણે માતાજી ના આશીર્વાદરૂપી આ ગ્રુપનું ખૂબ જ મહત્વ વધી રહ્યું છે
આજે સમગ્ર ભારત અને વિદેશમાં રહેતા રાણા સમાજના અસંખ્ય લોકો પોતાના ઘરે બેઠા બેઠા વર્ષના 365 દિવસ આ માતાજીના આશીર્વાદ રૂપી જય માતાજી જીવન સાથી ગ્રુપ દ્વારા લગ્ન ઇચ્છુક દીકરા દીકરીઓ પોતાના જીવન સાથીની પસંદગી કરી રહ્યા છે .
🌹 🌹શ્રી 29 ગામ રાણા સમાજ ગ્રુપ માં સમગ્ર ભારત અને વિદેશોમાં રહેતા રાણા સમાજના તમામ ક્ષેત્રના અગ્રણીઓ આ ગ્રુપમાં જોડાયેલા છે અને ઘરે બેઠા બેઠા રાણા સમાજ માં ચાલતા સમાજ લક્ષી કાર્યક્રમો જોઈ રહ્યા છે . સમાજને જરૂર હોય ત્યાં મદદ પણ પહોંચાડી રહ્યા છીએ. આ ગ્રુપ દ્વારા રાણા સમાજની એકતા વધે તેવા પણ પ્રયાસો થઈ રહ્યા છીએ અને આપના રાણા સમાજના જે લોકોને સન્માનિત કરવામાં આવે છે તેઓનું પણ સમાજ દર્શન કરી રહ્યા છે. આ રીતે પણ સમાજને ઊંચાઈ ઉપર લઈ જવાના પ્રયાસો આ ગ્રુપોના માધ્યમથી કરી રહ્યા છીએ.
🌹 🌹સમગ્ર રાણા સમાજ નારી શક્તિ ગ્રુપ દ્વારા આપની રાણા સમાજની તમામ નારી શક્તિને જ્યાં સાવધાન કરવાની જરૂર હોય તેવા મેસેજો ના માધ્યમ થી બહેનોને સાવધાન કરી તેઓ પણ રાણા સમાજની એક બીજી બહેનોના સંપર્કમાં રહે અને સમગ્ર બહેનો ને જરૂરી રોજગાર લક્ષી માહિતી આપી તેમજ સરકારશ્રીની બહેનોને લગતી અન્ય માહિતી દ્વારા પણ આપણી બહેનો નું માર્ગદર્શન કરવામાં આવી રહ્યું છે
🙏નારી તું નારાયણી છે 🙏 તેઓનું મહત્વ સમજાવી આપની બહેનો ને એકબીજા સાથે જોડી દીધી છે.
સૌપ્રથમ વખત આપની બહેનોને મુખ્ય મંત્રી ગુજરાત રાજ્ય ના ચેમ્બરમાં લઈ જઈને સી.એમ. સાહેબ દ્વારા બહેનોને સન્માન અપાવી સમાજમાં બહેનનું પણ મહત્વનું સ્થાન છે અને તે મહત્વ રાણા સમાજની બહેનોને પણ મળવું જોઈએ એ હેતુ સિદ્ધ કર્યો છે.
🌹 🌹વર્ષો પહેલા 24 ગામ રાણા સમાજ ને ખાસ કોઈ ઓળખતું નહોતું પરંતુ આ ગ્રુપોના માધ્યમથી 24 ગામ રાણા સમાજ કાર્યરત 1986 ટીમ દ્વારા અત્યાર સુધીમાં અનેક પસંદગી મેળા તથા અનેક સમૂહ લગ્ન અને બીજા અનેક શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સામાજિક કાર્યક્રમ કરીને સમગ્ર ભારત અને વિદેશના રાણા જ્ઞાતિ બંધુઓ ના દિલ માં 24 ગામ રાણા સમાજ નું ખૂબ જ આગવું મહત્વ વધારવામાં આવ્યું છે..
🙏🙏 આ રીતે છેલ્લા કેટલાક વર્ષોથી આ તમામ ગ્રુપોના માધ્યમથી સમગ્ર રાણા સમાજને મદદરૂપ થવાના અનેક પ્રયાસો અમારા સૌ ના માધ્યમથી કરવામાં આવ્યા છે જે સિદ્ધિ સમગ્ર રાણા સમાજે અમને આપી છે તેના માટે આ તમામ ગ્રુપના સભ્યો સદાય માટે આપ સૌ જ્ઞાતિબંધુઓના ઋણી રહેવાના છીએ. અને અમો સૌ હૃદય પૂર્વક સમાજનો આભાર વ્યક્ત કરીએ છીએ .અમો સૌ સભ્યો ઉપરોક્ત ગ્રુપોના માધ્યમથી આજે પણ સમાજને મદદરૂપ થઈ રહ્યા છે અને આ જ ગ્રુપોના માધ્યમથી અમો સૌ ભવિષ્યમાં પણ 29 ગામ રાણા સમાજ ટીમ ના સભ્યો અને 1986 થી કાર્યરત જે 24 ગામ રાણા સમાજની જૂની ટીમ છે તે તમામ સભ્યો સમગ્ર રાણા સમાજ માટે સદાય તત્પર રહીશુ.
🌹🌹 જય રાણા જ્ઞાતિ🌹🌹
🙏 માઁ ખોડીયાર સદા સહાયતે 🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

શ્રી 29 ગામ રાણા સમાજ ગ્રુપ અનેશ્રી 24 ગામ રાણા સમાજ (1986) ટીમ તરફથી સંદેશ..🙏🌹🙏 Message from Shri 29 Gam Rana Samaj Group and Shri 24 Gam Rana Samaj (1986) Team..🙏🌹🙏

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *