વસંત પંચમી ભારતીય સંસ્કૃતિના તહેવારોમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન

Worldwide Views: 669
0 0

Read Time:3 Minute, 7 Second

વસંત પંચમી ભારતીય સંસ્કૃતિના તહેવારોમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે માં સરસ્વતી પ્રાગટ્ય અને જ્ઞાનની ઉપાસનાનો વિશેષ દિવસ માનવામાં આવે છે જે તા.૫ ફેબ્રુઆરીએ છે જેને અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આદ્ય સ્થાપક પં.શ્રીરામ શર્મા આચાર્યજીના આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્તિના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે આદિવસે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા સમૂહમાં વર્ષો વર્ષથી જ્ઞાન પ્રાપ્તિના દિવસ તરીકે ભણતા સૌ કોઈ વિદ્યાર્થીઓને વાલી સહિત મોટી સંખ્યામાં જાહેર કાર્યક્રમમાં આમંત્રિત કરી વિદ્યારંભ સંસ્કાર સરસ્વતી યંત્ર પેન-કલમ પૂજન સંગીતના વાદ્યોનુ પૂજન કરી ગાયત્રી યજ્ઞ દ્વારા ઉજવવામાં આવે છે પરંતુ આવર્ષે કોરોનાને લઈ જાહેર કાર્યક્રમનું આયોજન બંધ રાખવામાં આવ્યું છે પરંતુ વિદ્યાર્થીઓના હિતાર્થે અને વિશ્વમાંથી કોરોના નાબુદીની પ્રાર્થના વ્યક્તિગત રીતે પોતાના ધેર-સ્થાનને કરી શકે છે અને સાંજે સાત વાગે ૫ દિપક પ્રગટાવી ગાયત્રી મંત્રના ઉચ્ચારણ સાથે કરી શકે છે.

આ વખતે તા.૫ ફેબ્રુઆરી ૨૦૨૨ના દિવસે મહાસુદ પાંચમે વસંત પંચમીનો શુભ દિન હતો જેને ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાન વિદ્યાની દેવી માં સરસ્વતી પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેમજ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રણેતા આદ્ય સ્થાપક પં.શ્રીરામ શર્મા આચાર્યજીના આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્તિના જન્મદિવસ તરીકે ગાયત્રી પરિવાર દ્વારા સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે જેને ગાયત્રી પરિવાર નારણપુરા અમદાવાદ દ્વારા પણ સમૂહમાં જાહેરમાં તથા વ્યક્તિ રીતે પોતાના ધેર-સ્થાનને વિદ્યારંભ સંસ્કાર, સરસ્વતી પૂજન,પેન- કલમ પૂજન સંગીતના, વાદ્યોનુ પૂજન ભણતા સૌ કોઈ વિદ્યાર્થીઓ વાલીઓને મોટી સંખ્યામાં આમંત્રિત કરી ગાયત્રી યજ્ઞ-દિપયજ્ઞના માધ્યમથી ઉજવવામાં આવે છે જે કોરોનાની પરિસ્થિતિને લીધે બંધ રાખવામાં આવ્યું હતું પરંતુ સૌ પરિજનોએ પોતાના ધેર-સ્થાનને સૌને માટે સદબુદ્ધિ ઉજ્જવળ ભવિષ્ય નિરામય જીવનની પ્રાપ્તિની તેમજ વિશ્વમાંથી કોરોના નાબુદીની પ્રાર્થના કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

વસંત પંચમી ભારતીય સંસ્કૃતિના તહેવારોમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *