
…..
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રીએ અમરોલીની જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કોલેજ ના એસોસીએટ પ્રોફેસર શ્રી ડૉ.રાજેશ રાણાની યુનિવર્સિટીની સર્વોચ્ચ નીતિ-નિર્માણ કરતી સંસ્થા એક્ઝિક્યુટીવ કાઉન્સિલના સભ્ય તરીકે નિમણૂંક કરી છે.
આ નિમણૂંક બદલ ડૉ.રાજેશકુમાર રાણાએ કુલપતિશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, યુનિવર્સિટીએ તેમના પર મૂકેલા વિશ્વાસને તેઓ સંપૂર્ણ નિષ્ઠા, પારદર્શિતા અને જવાબદારીપૂર્વક નિભાવશે. ઉચ્ચ શિક્ષણની ગુણવત્તામાં વધારો, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને યુનિવર્સિટીના સર્વાંગી વિકાસ માટે રચનાત્મક રીતે કાર્ય કરવાની તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
આ પ્રસંગે શિક્ષણજગતના અગ્રણીઓ, વિવિધ સામાજિક, શૈક્ષણિક અને સહકારી ક્ષેત્રના આગેવાનો, મિત્રો, શુભેચ્છકો તેમજ પરિવારજનોએ ડૉ. રાજેશકુમાર રાણાને શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી રાણાએ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીને જણાવ્યું કે, સૌના સહયોગ અને માર્ગદર્શનથી તેઓ આ જવાબદારી સફળતાપૂર્વક નિભાવવાનો સતત પ્રયત્ન કરશે.



