કુ.ચી.શ્રેયા સૌરભકુમાર પંડ્યા કેનેડાના જન્મદિવસની ખુશાલીમાં તા.30 માર્ચ 2026 સોમવાર સવારે 11:00 વાગે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ તરફથી મ્યુન્સિપાલટી આંગણવાડી ઉસ્માનપુરાના નાના બાળકો ભૂલકા માટે સુંદર વેશભૂષા હરિફાઈ તથા સ્વચ્છ સુઘડ તંદુરસ્ત બાળક હરીફાઈ તથા દાંતની સંભાળ વિશે માર્ગદર્શન અને નાનાભૂલકાઓને
નાસ્તો અને સુંદર ગિફ્ટ આપવાના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી પ્રદીપભાઈ દવે,મૂકેશભાઈ મિસ્ત્રી EXમ્યુ.કોર્પોરેટર એસ.પી.સ્ટેડિયમ વોર્ડ પધાર્યા હતા.અતિથી વિશેષ ગાયત્રીપરિવાર નારણપુરાના શ્રી કનુભાઈ પટેલે કુ.ચી.શ્રેયા સૌરભ કુમાર પંડ્યાના જન્મદિવસ પ્રસંગે આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવીને બાળકોને સારા સંસ્કાર અને ધાર્મિક એક્ટિવિટી વિશે માર્ગદર્શન સૂચના આપી હતી.
કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન લા.ડીમ્પલબેન શાહે ઉપસ્થિત રહીને આ કાર્યક્રમનું સુંદર આયોજન અને સંચાલન કર્યું હતું આપણી ફોર્ટ ક્લબના લા.શાંતાબેન અમીન,લા. જતીનભાઈશાહ,લા.ગીરીશભાઈ પટેલ,વિનોદભાઈ પટેલ ઉપસ્થિત રહીને પ્રોત્સાહન પૂરું પાડેલ આંગણ વાડીના બહેનોનો સહકાર પ્રશંસનીય રહ્યો ભૂલકાઓ આનંદિત થયા તે બદલ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન સર્વેનો આભાર
ચી.શ્રેયા સૌરભકુમાર પંડ્યા કેનેડાના જન્મદિવસની ખુશાલીમાં…

Worldwide Views: 133








Read Time:1 Minute, 57 Second

