Read Time:1 Minute, 9 Second
એક પૉડકાસ્ટમાં ડૉ. નેનેએ જણાવ્યું છે કે ‘હું ઘણીવાર તેમને મળી ચૂક્યો છું. એક દિવસ મેં અનુષ્કા સાથે વાત કરી તેઓ લંડન જવાનું વિચારી રહ્યા હતા કારણ કે ભારતમાં તેઓ પોતાની સફળતાનો આનંદ નથી ઉઠાવી શકતા. તેઓ જે કંઈ પણ કરે તેના પર સૌ કોઈનું ધ્યાન ખેંચાય છે. ઘણીવાર તમે લંચ કે ડિનર કરી રહ્યા હોવ અને અચાનક જ કોઈ સેલ્ફી લેવા માટે આવી જાય, એવા સમયે પણ તમારે વિનમ્ર જ રહેવું પડે. વિરાટ અને અનુષ્કા તેમના બાળકોને સાદગીથી મોટા કરવા માંગે છે. તેઓ બાળકોને ઝાકમઝોળ(ગ્લેમર)થી દૂર રાખવા માંગે છે.’
નોંધનીય છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની મુલાકાત વર્ષ 2013માં એક વિજ્ઞાપનના શૂટિંગમાં થઈ હતી. બાદમાં બંનેએ 2017માં લગ્ન કર્યા. જે બાદ 2021માં વામિકા અને 2024માં અકાયનો જન્મ થયો.