Neeraj chopra classic 2025: ભારતના સ્ટાર ખેલાડી ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાને ‘નીરજ ચોપરા ક્લાસિક’ ઇવેન્ટ માટે પાકિસ્તાની ભાલા ફેંકનાર અરશદ નદીમને આપેલા આમંત્રણ પર વિવાદ વચ્ચે પોતાનું મૌન તોડ્યું છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પહેલા ભારતમાં યોજાનારી આ ઇવેન્ટ માટે નીરજ ચોપરાએ આમંત્રણ આપ્યું હતું.
તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, ‘મારો નિર્ણય માત્ર રમત અને ખેલાડીઓના સન્માન સાથે જોડાયેલો હતો, કોઈ રાજકીય કે ભાવનાત્મક એજન્ડા સાથે નહીં.’ આ ઉપરાંત તેમણે આ મામલે તેમની માતાને નિશાન બનાવનારાઓ સામે પણ સખત વાંધો ઉઠાવ્યો છે. નીરજ ચોપરાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી. ધ્યાનમાં રહે કે, પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પેરિસ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અરશદ નદીમે ‘નીરજ ચોપરા ક્લાસિક’ ઇવેન્ટમાં આવવાનો ઇનકાર કરી દીધો હતો….