
આ વર્ષે નવરાત્રીના શુભારંભે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત ગાયત્રી પરિવાર નારણપુરાની બહેનો દ્વારા વર્ષોવર્ષ બંન્ને નવરાત્રીમાં નવ દિવસ દરમ્યાન સમૂહમાં ગાયત્રી ચાલીસાનું અનુષ્ઠાન કરવામાં આવે છે તે મુજબનું આયોજન કરાયું છે જેમાં વિશ્વ કલ્યાણાર્થે સૌને સદ્ બુદ્ધિ ઉજ્જવલ ભવિષ્ય નિરામય જીવન પ્રાપ્ત થાઓ તેવા શુભાશયથી ભક્તિમય વાતાવરણમાં શ્રધ્ધાપૂર્વક શ્રધ્ધાળુઓ બહેનો દ્વારા દરરોજ ૧૨ ગાયત્રી ચાલીસા પાઠ-ગાયત્રી મંત્ર-મહામૃત્યુંજ્ય મંત્ર ભજન-ગીત-આરતી પૂજા-પ્રાર્થના-પ્રસાદ આસો સુદ-૧ તા.૧૧-૧૦-૨૦૨૬ રવિવારથી નવ દિવસ દરમ્યાન દરરોજ બપોર બાદ ૩-૦૦ થી ૫-૩૦ કામિનીબહેન રાકેશભાઈ પટેલ,પહેલોવાસ,નારણપુરા ગામના નિવાસ સ્થાને થશે.અંતમાં અનુષ્ઠાનની પૂર્ણાહુતિ નિમિત્તે ગાયત્રીયજ્ઞ થશે શ્રધ્ધાળુઓએ સમયસર પધારવા હાર્દિક આમંત્રણ છે.






