તા.૧-૧૧-૨૦૨૫ શનિવારે ૩ કુંડીય ગાયત્રીમહાયજ્ઞ નવાવાડજ ખાતે ઉર્મિલાબેન શાહૂ બી-602,ઋગ્વેદ રેસીડન્સી,શ્રીનાથ ડેપો પાસે સમૂહમાં ગાયત્રી પરિવાર દ્વારા નૂતન વર્ષની શુભ શરૂઆતના દિવસસો દરમ્યાન શુભ કામના પાઠવવા અને વિશ્વ કલ્યાણાર્થેના શુભ હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ આમંત્રિતોએ ગાયત્રી મંત્ર-મહામૃત્યુંજ્યના મંત્રોચ્ચારો દ્વારા આહુતિઓ શ્રધ્ધાપૂર્વક સમર્પિત કરી હતી યજ્ઞ વિધિનું સંચાલન પ્રવીણભાઈ પટેલે સંગીત વૃંદ સાથે ભજન-ગીતોનું મધુર રસપ્રદ વાણીમાં શ્રવણ-કીર્તન સાથે કર્યું હતું પધારેલા સૌ માટે હળવા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
દશેરા વિજ્યા દશમીના પવિત્ર દિવસે તા.૨-૧૦-૨૦૨૫ સવારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજહરિદ્વાર પ્રેરિત ગાયત્રી પરિવાર નારણપુરા અમદાવાદ દ્વારા આસો નવરાત્રિ…