તા.૧-૭-૨૦૨૫ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ-ફોર્ટ-જીવન સંધ્યા વૃધ્ધાશ્રમ, ગાયત્રી પરિવાર નારણપુરાના ઉપક્રમે લાયન્સ ઇન્ટરનેશનલ વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ દિવસે ફ્રી ડાયાબીટીસ ચેકઅપ-સેમિનાર-સત્ય નારાયણ કથા-વૃક્ષા રોપણ જીવન સંધ્યા વૃધ્ધાશ્રમ,નારણપુરા ખાતે યોજાયો હતો.
તા.૧-૭-૨૦૨૫ મંંગળવાર બપોર ૨-૩૦થી સાંજે ૬-૦૦ દરમ્યાન લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ,લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ,જીવન સંધ્યા સીનીયર સીટીઝન હોમ,ગાયત્રી પરિવાર નારણપુરાના ઉપક્રમે લાયન્સ ઇન્ટરનેશનલ વર્ષ 2025 26 ના પ્રથમ દિવસે ફ્રી ડાયાબિટીસ ચેક અપ – ડાયાબિટીસ સેમિનાર, સત્યનારાયણ ભગવાનની કથાનું શ્રવણ શ્રીપ્રવીણભાઈ પટેલ મધુર વાણીમાં સંગીત વૃંદ સાથે તથા પ્રસાદ સાથે અને પર્યાવરણ નિમિત્તે વૃક્ષારોપણનું આયોજન જીવન સંધ્યા સીનીયર સીટીઝન હોમ,નારણપુરા ખાતે કરવામાં આવેલ જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લાયન્સ ક્લબના સભ્યો તથા ગાયત્રી પરિવારના પરીજનો તથા સિનિયર સિટીઝન હોમના વડીલો ભાગ લઈ ભાવવિભોર બન્યા હતા.આ પ્રસંગે ડોક્ટર મૌલિક કિનારીવાળા,માનનીય અજય ભાઈ શાહ,માનનીય ભરતભાઈ શેઠ,ગાયત્રી પરિવારના કનુભાઈ પટેલ હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમના કોઓર્ડીનેટર લાયન ગિરીશ પટેલ, ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન એન્વાયરમેન્ટ અને ઇવેન્ટ હાજર રહ્યા હતા.જીવન સંધ્યાશ્રમના ડીમ્પલબેન શાહે સૌના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
દશેરા વિજ્યા દશમીના પવિત્ર દિવસે તા.૨-૧૦-૨૦૨૫ સવારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજહરિદ્વાર પ્રેરિત ગાયત્રી પરિવાર નારણપુરા અમદાવાદ દ્વારા આસો નવરાત્રિ…