તા.૭-૧૦-૨૦૨૫ મનોદિવ્યાંગ બાળકોનો ગરબાશરદોત્સવ સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ,ગાયત્રી પરિવાર નારણપુરા,લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર,આશાપલ્લી,સેટેલાઈટ અન્ય સામાજિક સંસ્થાઓના સહયોગમાં વેરાઈ માતા મંદિર ખાતે ઉજવાયો
આજે તા.૬-૧૦-૨૦૨૫ સવારે ૯-૩૦ વાગે ગાયત્રી મંત્રોચ્ચાર પ્રાર્થના સાથે દિપ પ્રાગ્ટય દ્વારા દિવ્યાંગ બાળકોના વિકાસાર્થે ” લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232B2 ના મેન્ટલ હેલ્થ અવરનેસ કાર્યક્રમ અંતર્ગત સતત કાર્યરત સ્મિત ચાઈલ્ડ એડયુકેશન ટ્રસ્ટ અખબારનગર, નવા વાડજ દ્વારા શરદોત્સવ પૂનમના ગરબાનું આયોજન,વેરાઈ માતાનું મંદિર,વિજયનગર પાસે,નારણપુરા,અમદાવાદ ખાતે ગાયત્રી પરિવાર નારણપુરા,લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ, આશાપલ્લી, સેટેલાઈટ તેમજ અન્ય સામાજિક સંસ્થાઓના સહયોગ દ્વારા કરવામાં આવેલ. મુખ્ય મહેમાન લાયન આશાબેન બ્રહ્મભટ્ટ, મ્યુનિસિપલ કાઉન્સિલર તથા ડીસ્ટ્રીક ચેરપર્સન, કેબિનેટ સેક્રેટરી લાયન વિપુલ દવે,રેખાબેન અસરાની ડિસટીક ફાઇનાન્સ, ડિસટીક ચેર પર્સન દિપક શાહ GST હાજર રહ્યા હતા. દરેક મનોદિવ્યાંગ બાળકોને ટોકન ઇનામ આપવામાં આવ્યા. તથા તે સિવાય વિજેતા ઇનામ આપવામાં આવ્યા.. બધા જ઼ મનોદિવ્યાંગ બાળકો તેમના વાલીઓ સાથે ટ્રેડિંશનલ ડ્રેસમાં ગરબા ગાઈ આંનદ મોજ કર્યો. માતાજીની આરતી માં સૌ સહભાગી થયા,ત્યાર બાદ સરસ મજાનું ભોજન પીરસવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમના કોર્ડીનેટર શ્રી કનુભાઈ પટેલ ગાયત્રી પરિવાર નારણપુરા, તથા લાયન ગિરીશ પટેલ ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન એન્વાયરમેન્ટ એન્ડ ઇવેન્ટ હાજર રહ્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના સદસ્યો, તથા લાયન્સ સભ્યો તથા આમંત્રિત મહેમાનો હાજર રહ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્મિથાઇલ એજ્યુકેશનના ટ્રસ્ટી શ્રી ચંદુભાઈ ચૌહાણ એ કર્યું.